બ્રહ્માંડ || વિજ્ઞાન
અવકાશ શંસોધન
- અવકાશ શંસોધન માટે ના પહેલા વૈજ્ઞાનિક અવલોકનો નું મુળ છેક 17 મી સદીમાં જાય છે કે જ્યારે ગેલિલિયો એ તેના ટેલિસ્કોપ દ્વારા ગુરુ ના વિશાળ ચાર ચંદ્રોની શોધ તથા શુક્ર ની જુદી જુદી કળા ની પુષ્ટિ કરી.
- બ્રહ્માંડ ની શોધ અને તેના અસ્તિત્વ ની જોડતી કડી સમજવા માટે ન્યૂટ્રોન સ્ટાર, બ્લેક હોલ અને સુપરનોવા વિશે ઊંડી સમજ હોવી જરૂરી છે.
બ્રહ્માંડ વિશે બદલાતા ખ્યાલો
- ગ્રીક ખગોળશાસ્ત્રી, ટોલોમી ના મત અનુસાર બધા જ અવકાશીય પદાર્થો પૃથ્વી ને ફરતે પરિભ્રમણ કરે છે. બ્રહ્માંડ ના કેન્દ્ર માં રહેલ પૃથ્વી ગતિ કરતી નથી. ટોલોમીના આ વાદ ને " પૃથ્વી-કેન્દ્રીત કે ભુકેન્દ્રીય " વાદ કહે છે.
- પોલીશ ગણિત શાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી નિકોલસ કોપરનિકસ તેના ગણિતીય વાદ દ્વારા પડકાર્યો તેણે સુચવ્યું કે બધા જ ગ્રહો અને પૃથ્વી પણ સુર્ય ને ફરતે ગતિ કરે છે જ્યારે ચંદ્ર પૃથ્વી ની ફરતે ગતિ કરે છે. સૂર્ય બ્રહ્માંડ ના કેન્દ્ર માં છે અને સ્થિર છે.
મહત્વની માહિતી
- જ્હોન કેપ્લર એ ન્યુટનના ગતિના નિયમો જેમ ગ્રહોની ગતિ ના નિયમો આપ્યા.
- જ્હોન કેપ્લર એ મંગળ ની ગતિ નો અભ્યાસ કરવા લંબવૃતિય કક્ષાનો ઉપયોગ કર્યો ્
માત્ર જાણકારી માટે
🔹 ખગોળશાસ્ત્રીઓ અંતર ખગોળીય એકમ (Astronomical unit) AU માં માપે છે.
🔹1 AU એટલે પૃથ્વી ના કેન્દ્ર અને સૂર્ય કેન્દ્ર વચ્ચે નુ સરેરાશ અંતર.
🔹 અવકાશીય અંતરો માપવા માટે નો બિજો એકમ એ પ્રકાશવર્ષ છે.
સૂર્ય મંડળ
લગભગ 4.568 ખર્વ વર્ષો પૂર્વે વિશાળ આણ્વિય વાદળ ના નાના ભાગનું ગુરુત્વીય ભંગાણ થવાથી સૂર્ય મંડળ ની ઉત્પત્તિ અને તેની ઉત્ક્રાંતિ થઈ હતી.
1) સૂર્ય
- વ્યાસ 13,92,000 km
- ગર્ભ નું તાપમાન 1.5 કરોડ k ( કેલ્વિન)
- ઊંચા તાપમાન ના કારણે ગર્ભ માં રહેલ દ્રવ્ય પ્લાઝમા સ્વરૂપ માં હોય છે.
- ગર્ભ થી સપાટી તરફ જતા સૂર્ય નું તાપમાન ઘટીને લગભગ 6000k જેટલું થાય છે.
- ચુંબકીય ક્ષેત્ર માં થતા ફેરફારો સૂર્ય કલંકો આપે છે તેની આવર્ત સતત બદલાતી રહે છે તેની આવર્ત કાળ 11 વર્ષ છે.
- સૂર્ય ને ફરતે 400 km આવરણને " ફોટોસફિય " કહે છે.
પાર્થિવ ગ્રહો (terrestrial planets) | જોવિયન ગ્રહો |
---|---|
મંગળ ગ્રહની કક્ષાની અંદર આવેલા ગ્રહો | મંગળ ગ્રહની કક્ષાની બાહર આવેલા ગ્રહો |
આંતરીક ગ્રહો કહેવાય છે | બાહ્ય ગ્રહો કહેવાય છે |
બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ | ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન |
પૃથ્વી જેવુ બંધારણ | ગુરુ જેવુ બંધારણ |
ઉપગ્રહો ની સંખ્યા ઓછી | ઉપગ્રહો ની સંખ્યા વધુ |
2) પાર્થિવ ગ્રહો
- એવા ગ્રહો કે જેઓ મંગળ ગ્રહની કક્ષાની અંદર આવેલા છે.
- બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ ગ્રહ પાર્થિવ ગ્રહો છે.
- ગ્રહો નું બંધારણ પૃથ્વી ના બંધારણ જેવું હોય છે.
- ઓછા ઉપગ્રહો હોય છે
- પાતળું વાતાવરણ હોય છે.
1) બુધ
- સૌથી નાનો ગ્રહ
- ઉપગ્રહો ધરાવતો નથી
- સૌથી નજીક સૂર્ય ની
- 88 દીવસ માં સૂર્ય ની પરિક્રમા
- તાપમાન દીવસે 427 c° , રાત્રે -175°
- વાતાવરણ નો અભાવ
2) શુક્ર
- પૃથ્વી નો જોડિયો ગ્રહ
- સૌથી તેજસ્વી ગ્રહ
- પૃથ્વી ની નજીક નો ગ્રહ
- સુંદરતાની દેવી
- સવારનો તારો
- ઉલટું ધરીભ્રમણ પુર્વ થી પશ્ચિમ
- વાતાવરણ 97% કાર્બન ડાયોક્સાઈડ
- સલ્ફુરિક એસિડ ના વાદળો
- 75 % પ્રકાશનો પરાવર્તન કરે છે
- કોઈ ઉપગ્રહ નથી
3) પૃથ્વી
- સજીવસૃષ્ટિ ધરાવે છે
- પાતળું વાતાવરણ
- વાતાવરણ ના કારણે ઉલ્કાઓ સામે રક્ષણ
- ઓઝોન સ્તર ધરાવે છે
- કુદરતી ઉપગ્રહ ચંદ્ર
4) મંગળ
- લાલ રંગનો ગ્રહ
- બે ઉપગ્રહો 1) ફોબોસ 2) ડિબોસ
- ભુતકાળમાં નદીઓ હતી
- નિકસ ઓલમ્રિયા બ્રહ્માંડ નો સૌથી ઉંચો પર્વત
- મંગળ ગ્રહ નો ધુવપ્રદેશ સુકો બરફ
- પૃથ્વી જેવુ ઋતુ પરિવર્તન
- મંગળ ગ્રહની કાયા પલટ માટે - ટેરા ફારમિગ
- યુદ્ધ નો દેવતા
- 1997 પાથ ફાઈડર મિશન
- ડિબોસ સૌથી નાનો ઉપગ્રહ બ્રહ્માંડ માં
3) જોવિયન ગ્રહો
- એવા ગ્રહો કે જેઓ મંગળ ગ્રહની કક્ષાની બાહર આવેલા ગ્રહો છે
- ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન
- ગ્રહો નું બંધારણ ગુરુ જેવુ
- વધારે પ્રમાણમાં ઉપગ્રહો
5) ગુરુ
- સૌથી મોટો ગ્રહ
- પૃથ્વી કરતા 1400 ઘણો
- બધા ગ્રહોમાં સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે
- 79 ઉપગ્રહો
- સૌથી મોટો ઉપગ્રહ - ગેનીમિડ બ્રહ્માંડ નો સૌથી મોટો ઉપગ્રહ
- કંથથાઈ રંગ ના પટ્ટા
- ગેસ જાયન્ટ તરીકે ઓળખાય છે
- વાતાવરણ વાયુઓનું બનેલા
6) શનિ
- સૌથી સુંદર ગ્રહ
- વલયો ધરાવે છે
- પાગડિયો ગ્રહ
- ત્રણ વલયો ધરાવે
- સૌથી વધુ ઉપગ્રહો 82
- ટાઈટન ઉપગ્રહ સૌથી મોટો
7) યુરેનસ
- ઈ.સ. 1781 માં વિલિયમ હર્ષલ યુરેનસ ની શોધ
- પૃથ્વી કરતા 64 ગણું
- વ્યાસ પૃથ્વી કરતા 3.7 ગણું
- ભુખરા રંગ ના વલયો
8) નેપ્ચ્યુન
- બ્લ્યુ રંગનો ગ્રહ
- બે તેજસ્વી વલયો બે ઝાંખા વલયો
- ઠંડો ગ્રહ
- ટ્રીટોન અને નેરીડ જાણીતા ઉપગ્રહો