દિવસ મહિમા – મેજર સોમનાથ શર્મા
મેજર સોમનાથ શર્માનો જન્મ પંજાબ પ્રાંત (બ્રિટિશ ભારત)ના દાંગ જ ખાતે થયો હતો. જે વર્તમાનમાં હિમારાલ પ્રદેશોમાં આવેલ છે. ૪ શ્રી સોમનાથ શર્માએ વર્ષ 1942થી લશ્કરી જીવનની શરૂઆત કરી હતી.
3 નવેમ્બર, 1947ના રોજ મેજર સોમનાથ શર્માની ટુકડીને કાશ્મીર ખીણના બડગામ ખાતે જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ પાકિસ્તાન તરફથી આવતા ઘૂસણખોરોને આગળ અટકાવવાનો હતો.
આ સમય દરમિયાન દુશ્મનની સેના ટુકડીએ શ્રી સોમનાથ શર્માની ટુકડીને ઘેરી લીધી. અને ગોળીબાર ચાલુ કર્યો હતો. મેજર સોમનાથ શર્માએ પોતાની કુશળતા બતાવતા પોતાના સૈનિકોની સાથે ગોળીઓ ચલાવીને દુશ્મનોને આગળ વધતા અટકાવ્યા હતા.
૪ આ સમય દરમિયાન મેજર સોમનાથ સાથે ઘણા સૈનિકો વીરગતિ પામ્યા હતા. તેઓ મૃત્યુ પામ્યા તે પહેલા તેમના બ્રિગેડના મુખ્ય મથક પર એક સંદેશો આપ્યો હતો જે આ પ્રમાણે છે. “દુશ્મન આપણાથી માત્ર પચાસ ગજ દૂર છે. અમારી ગણતરી ખૂબ ઓછી છે. અમને જોરદાર ગોળીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં એક ઇરા પણ પીછે હઠ કરીશ નહીં...’
ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન પુરસ્કાર ‘પરમ વીર ચક્ર'થી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.(મરણોત્તર)
નોંધ :- સૌપ્રથમ ‘પરમ વીર રાક્ર’ શ્રી મેજર સોમનાથ શર્માને જ એનાયત કરવામાં આવ્યો હતો.